ફફડેલા પાટીદારોએ કરી આગોતરા જામીન અરજી

શુક્રવાર, 22 એપ્રિલ 2016 (12:40 IST)
ગત 17મી એપ્રિલે મહેસાણામાં જેલભરો આંદોલન દરમિયાન ફાટી નીકળેલી હિંસા પછી પોલીસે એસપીજી અને પાસના આગેવાનો સામે હત્યાનો પ્રયાસ સહિતની 37 જેટલી કલમો લગાડી છે. એટલું જ નહીં, મહેસાણા પોલીસે આ તમામ આંદોલનકારી નેતાઓની ધરપકડ માટેની કવાયત શરૂ કરી છે. ત્યારે હાર્દિકવાળી થવાની બીકે જેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તે પાટીદારો ભુગર્ભમાં ઉતરી ગયા હતા અને આજે તેઓ અમદાવાદ સેશન્સ કોર્ટ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે આગોતરા જામીન અરજી કરી છે.

આજે જેલભરો આંદોલન સમયે થયેલી હિંસા મામલે પાસ પ્રવક્તા વરૂણ પટેલ, અતુલ પટેલ, નરેન્દ્ર પટેલ, અલ્પેશ પટેલ, સુરેશ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જોકે, સરકારનું વલણ જોતા તેમને જામીન મળવાની સંભાવના ઓછી છે. કારણ કે, સરકારના ઇશારે પોલીસે હત્યાનો પ્રયાસ જેવી ગંભીર કલમો લગાવી છે. હવે જોવાનું એ રહે છે કે, કોર્ટ તેમના આગોતરા જામીન મંજૂર રાખે છે કે, પછી ફગાવી દે છે. આ આગાોતરા જામીન અરજી પર કાલે સુનાવણી થશે. 

વેબદુનિયા પર વાંચો