ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે BJP 112 ઉમેદવારો જાહેર કર્યા, પટનાયક વિરુદ્ધ શિશિર મિશ્રાને ઉતાર્યા, જુઓ આખુ લિસ્ટ

સોમવાર, 8 એપ્રિલ 2024 (17:14 IST)
ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 112 ઉમેદવારો જાહેર કર્યા છે
147 બેઠકો માટે ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે
ભાજપે 112 ઉમેદવારોમાં આઠ મહિલાઓને ઉમેદવારી કરી છે
 
ભાજપે ઓડિશા વિધાનસભા ચૂંટણી 2024 માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 112 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 147 સભ્યોની વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપને 10 બેઠકો મળી હતી. પાર્ટી રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકલા હાથે લડી રહી છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા બીજેપી અને બીજુ જનતા દળ વચ્ચે ગઠબંધનની વાત થઈ હતી, પરંતુ મામલો છેલ્લી ઘડીએ અટકી ગયો હતો. આ પછી બંને પક્ષો અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. ઓડિશામાં વિધાનસભાની 147 બેઠકો છે. રાજ્યમાં બહુમતનો આંકડો 74 છે. બીજુ જનતા દળે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
 
હિંજિલીથી લડી રહ્યા છે પટનાયક 
સીએમ નવીન પટનાયક પોતે હિંજીલી વિધાનસભા ક્ષેત્ર પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના વિરુદ્ધ બીજેપીએ શિશિર મિશ્રાને ઉમેદવાર બનાવ્યા છે.  ઓડિશામાં વિધાનસભા માટે ચાર ચરણોમાં વોટિંગ થશે. 13 મે, 20 મે, 25 મે અને એક જૂનના જૂનના રો વિધાનસભા માટે વોટ નાખવામાં આવશે. વોટોની ગણતરી લોકસભાના પરિણામ સાથે ચાર જૂનના રોજ થશે. પુરી ની સીટ પરથી પાર્ટીએ જયંત કુમાર સારંગીને ટિકિટ આપી છે. પાર્ટીએ જે આઠ મહિલાઓને ટિકિટ આપી છે. તેમા પ્રત્યુષા રાજેશ્વરી સિંહ (નયાગઢ), ઉપાસના મહાપાત્રા (બ્રહ્મગીરી), પાર્વતી પરિદા (નિમાપરા), કલ્પના કુમારી કંહાર (બાલીગુડા), સ્મૃતિ રેખા પાહી (ધર્મશાલા), બબીતા ​​મલિક (બિંજપુર) અને બોનાઈથી સેબતી નાયકના નામ સામેલ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર