Odisha Assembly Election 2024 Date: બે ચરણોમાં થશે ઓડિશા વિધાનનસભા ચૂંટણી, જુઓ આખુ શેડ્યુલ

સોમવાર, 8 એપ્રિલ 2024 (17:03 IST)
લોકસભા ચૂંટણે સાથે જ ઓડિશા વિધાનસભા માટે ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમારના મુજબ ઓડિશામાં પણ બે ચરણોમાં ચૂંટણી કરાવાશે. પહેલા ચરણ માટે 18 એપ્રિલના રોજ નોટિફિકેશન રહેશે. 13 મે વોટિંગ થશે. બીજા ચરણ માટે 26 એપ્રિલના રોજ નોટિફિકેશન થશે અને 20 મે ના રોજ વોટિંગ થશે. ઓડિશાની 147 વિધાનસભા સીટો માટે એપ્રિલમાં વોટિંગ થશે. 
 
ઓડિશા વિધાનસભાનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થઈ રહ્યો છે. ઓડિશામાં 1998 પછી બીજૂ જનતા દળ સત્તામાં છે અને નવીન પટનાયક મુખ્યમંત્રી છે. 2019ના વિધાનસભા ચૂંટણીમાં બીજૂ જનતા દળે 117 સીટ જીતી હતી. 

વેબદુનિયા પર વાંચો