દુર્ગા માતાનો 4 ફૂટની પ્રતિમા સ્થાપિત કરી શકાશે, પૂજા, આરતી અને પ્રસાદ વહેંચવાની છૂટ
મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (10:40 IST)
ગુજરાતમાં નવરાત્રિમાં દુર્ગા માતાની પ્રતિમા સ્થાપિત કરવાના સંદર્ભે પોલીસે ગાઇડલાઇન જાહેર કરી છે. 7 ઓક્ટોબરથી નવરાત્રિનો શુભારંભ થશે. આ દિવસે પંડાલોમાં દુર્ગા માતાની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે અને 15 ઓક્ટોબરના રોજ વિસર્જ થશે. પહેલાં પ્રતિમાઓનું વિસર્જન તાપીના અલગ-અલગ ઘાટ પર થાય છે. તેનાથી પર્યાવરણને નુકસાન થાય છે.
હાઇકોર્ટ અને કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આદેશ બાદ તાપીમાં વિસર્જન પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિસર્જનની વ્યવસ્થા મહાનગર પાલિકા તરફથી કરવામાં આવશે. કોરોનાના કેસ ઘટ્યા બાદ પ્રતિબંધોમાં ધીમે ધીમે છૂટછાટ આપવામાં આવી રહી છે. પ્રદેશમાં ગણેશોત્સવ બાદ નવરાત્રિમાં ગરબા રમવાની અને દુર્ગા પૂજા મનાવવાની છૂટ આપવામાં આવી છે. આ દરમિયાન આયોજકોને કોવિડ ગાઇડલાઇનનું સખત પાલન કરવાનું રહેશે. રાજ્ય સરકારે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં 400 લોકોના સામેલ થવાની છૂટ છે.
આ રહેશે છૂટછાટ
- આયોજકો મા દુર્ગાની માટીની 4 ફૂટની બેઠેલી મૂર્તિ ઘર અથવા પંડાલમાં સ્થાપિત કરી શકશે.
- મનપા દ્વારા બનાવવામાં આવેલા સ્વિકાર કેન્દ્ર પર સરળતાથી વિસર્જન કરી શકશો, નદી-તળાવ પર પ્રતિબંધ રહેશે.
- આ આદેશ 1 થી 15 ઓક્ટોબર સુધી લાગૂ રહેશે. ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ આઇપીસી કલમ 188 હેઠળ કાર્યવાહી થશે. સબ ઇન્સપેક્ટર અથવા તેનાથી ઉપરના અધિકારી જ કાર્યવાહી કરી શકશે.