Happy Navratri 2019 - નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (17:55 IST)
નવરાત્રિ કે નવરાત્રિ 29 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ રહી છે. નવરાત્રી (Shardiya Navratri)ની નવ રાતમાં શક્તિની દેવી મા દુર્ગાના 9 જુદા જુદા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. હિન્દુ માન્યતાઓ મુજબ ઘટ સ્થાપના (Ghat Sthapna) સાથે નવરાત્રીની શરૂઆત થાય છે. અને કંચક પૂજન અને નવમી હવનથી તેનુ સમાપન થાય છે. નવરાત્રીમાં કળશ સ્થાપના (Kalash Sthapna) નુ વિશેષ મહત્વ છે. કળશ સ્થાપનાને ઘટ સ્થાપના પણ કહેવામાં આવે છે. નવરાત્રીની શરોઅઓઅત ઘટ સ્થપના સાથે થાય છે. ઘટ સ્થાપના શક્તિની દેવીનુ આહ્વાન છે. માનય્તા છેકે ખોટા સ્મયએ ઘટ સ્થાપના કરવાથી દેવી મા ક્રોધિત થઈ શકે છે. રાતના સમયે અને અમાસના દિવસે ઘટ સ્થાપિત કરવાની મનાઈ છે. ઘટ સ્થાપનાનુ સૌથી શુભ સમય પ્રતિપ્રદાનો ત્રીજો ભાગ વીતી ગયા પછી હોય છે. જો કોઈ કારણસર તમે એ સમયે કળશ સ્થાપિત ન કરી શકો તો અભિજીત મુહૂર્તમાં સ્થાપિત કરી શકો છો. દરેક દિવ્સનો આઠમુ મુહૂત્ત અભિજીત મુહૂર્ત કહેવાય છે. સામાન્ય રીતે આ 40 મિનિટનુ હોય છે. જોકે આ વખતે ઘટ સ્થાપના માટે અભિજીત મુહૂર્ત નથી. 
 
કળશ સ્થાપના ક્યારે કરવી જોઈએ  ?
 
હિન્દુ પંચાગ મુજબ અશ્વિન મહિનાની શુક્લ પક્ષ પ્રતિપદાના દિવસે કળશ સ્થાપના કરવામાં આવે છે. એટલે કે શરદ નવરાત્રીના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરી મા દુર્ગાનુ આહ્વાન કરવામાં આવે છે. આ વખતે 29 સપ્ટેમ્બરના રોજ કળશ સ્થાપના કરવામાં આવશે. 
 
કળશ સ્થાપનાની તિથિ અને શુભ મુહૂર્ત 
 
કળશ સ્થાપનાની તિથિ - 29 સપ્ટેમ્બર 
કળશ સ્થાપનાનુ શુભ મુહૂર્ત 29 સપ્ટેમ્બર 2019ના રોજ સવારે 06 વાગીને 16 મિનિટથી 7 વાગીને 40 મિનિટ સુધી 
 
કુલ સમય - 1 કલાક 24 મિનિટ 
 
કળશ સ્થાપનાની સામગ્રી - મા દુર્ગાને લાલ રંગ પંસંદ છે.  તેથી લાલ રંગનુ જ આસન ખરીદો. આ ઉપરાંત કળશ સ્થાપના માટે માટીનુ પાત્ર, જવ, માટી, જળથી ભરેલુ કળશ, નાડાછડી, ઈલાયચી, લવિંગ, કપૂર, કંકુ, આખી સોપારી, આખા ચોખા, સિક્કા, આસોપાલવ કે કેરીના પાન, નારિયળ, ચુંદડી, સિંદૂર, ફળ ફુલ, ફુલોની માળા અને શ્રૃંગાર પેટી અપ્ણ જોઈએ. 
 
કેવી રીતે કરશો કળશ સ્થાપના ? 
 
- નવરાત્રીના પહેલા દિવસે એટલે કે પ્રતિપદાન સવારે સ્નાન કરી લો 
- મંદિરની સાફ સફાઈ કર્યા પછી સૌથી પહેલા ગણેશજીનુ નામ લો અને પછી મા દુર્ગાના નામથી અખંડ જ્યોત પ્રગટાવો. કળશ સ્થાપના માટે માટીના પાત્રમાં માટી નાખીને તેમા જવના બીજ વાવો. 
- હવે એક તાંબાના લોટા પર કંકુથી સ્વસ્તિક બનાવો. લોટાના ઉપરના ભાગમાં નાડાછડી બાંધો. 
- હવે આ લોટામાં પાણી ભરીને તેમા થોડા ગંગાજળના ટીપા નાખો. પછી તેમા સવા રૂપિયો, દુર્વા, સોપારી, અત્તર અને ચોખા નાખો. 
- ત્યારબાદ કળશમાં આસોપાલવ કે કેરીના પાંચ પાન લગાવો 
- હવે આ પાન વચ્ચે એક નારિયળ લાલ કપડામાં લપેટીને તેના પર નાડાછાડી બાંધી દો અને પછી નારિયળને કળશની ઉપર મુકો. 
- હવે આ કળશને માટીના એ પાત્રની બરાબર વચ્ચે મુકી દો. જેમા તમે જવ વાવ્યા છે. 
- કળશ સ્થાપના સાથે જ નવરાત્રીના નવ વ્રત રાખવાનુ સંકલ્પ લેવામાં આવે છે. 
- તમે ચાહો તો કળશ સ્થપાના સાથે જ માતાના નામની અખંડ જ્યોત પણ પ્રગટાવી શકો છો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર