વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.
સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (08:35 IST)
Vande metro train - આ કાર્યક્રમોમાં ગાંધીનગરમાં 'રી-ઈન્વેસ્ટ 2024'નું લોકાર્પણ અને અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુના મૂલ્યના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસનો સમાવેશ થાય છે.
વંદે મેટ્રોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડી શકે છે. પરંતુ તેની સ્પીડ 100 થી 150 કિમી હશે. વંદે મેટ્રોની સેવા એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે જેઓ રોજીરોટી માટે ગામડાઓ અને નાના શહેરોથી મોટા શહેરોમાં જાય છે.
દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હશે. સિઝન ટિકિટ: વંદે મેટ્રોની એક જ મુસાફરી માટે ભાડાના ટેબલ મુજબ સાપ્તાહિક, પખવાડિયા અને માસિક સિઝન ટિકિટ અનુક્રમે ₹7, ₹15 અને ₹20ના દરે વસૂલવામાં આવશે.