રાજસ્થાનમાં ભીષણ ગરમી વચ્ચે આવેલા વાવાઝોડાએ કોહરામ મચાવ્યો છે. રાજસ્થાનના 4 જીલ્લા, ભરતપુર, ઘૌલપુર, અલવર અને ઝુંઝનુમાં વધુ નુકશાન થયુ છે. ભરતપુરમાં 12 લોકોના મોત થયા છે. જ્યારે કે ઘૌલપુરમં 6, અલવરમાં 3 અને ઝુંઝનુમાં 1નું મોત થયુ. બુધવારે સાંજે લગભગ 7 વાગ્યે રાજસ્થાનમાં જોરદાર વાવાઝોડુ શરૂ થયુ. જેમા આ 4 જીલ્લામાં આંધી લગભગ 2 કિલોમીટર પ્રતિ રફ્તારથી ચાલવી શરૂ થઈ. જેના કારણે અને મકાનના છપરાં ઉડી ગયા. હજારોની સંખ્યામાં ઝાડ અને વીજળીના થાંભલા પડી ગયા.