એવુ ગામ જ્યા દરેક ઘરની બહાર બની છે કબર...

ગુરુવાર, 3 મે 2018 (10:16 IST)
આજે અમે તમને એક એવા ગામ વિશે બતાવવા જઈ રહ્યા છે જેના વિશે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ એક એવુ ગામ છે જ્યા દરેક ઘર બહાર કબર બનેલી છે.  જી.. હા સાંભળીને તમે પણ કાંપી ઉઠશો.  તસ્વીર જોઈને તમને વિશ્વાસ થઈ જશે. જે પણ આ ગામમાં આવે છે તે એવુ જ વિચારે છે કે શુ તે કબરસ્તાનમાં આવી ગયો છે શુ ?
આંધ્ર પ્રદેશના કુરનૂલ જીલ્લામાં અય્યા કોંડામાં આ ગામ વસેલુ છે.  આ ગામનુ નામ છે ગોનેગંદલ મંડળ. આ ગામ એક પર્વત પર છે. અહી લગભગ 150 પરિવારના લોકો રહે છે. અહીના લોકો પોતાના પરિવાર કે નિકટના સંબંધીના મૃતદેહને ઘરની સામે જ દાટી દે છે.  એવુ એ માટે કરે છે કારણ કે આ ગામની આસપાસ કોઈ પણ કબ્રસ્તાન નથી. 
આ કબરની પાસે જ લોકો રહે છે.  બાળકો આખો દિવસ તેની આસપાસ રમે છે. મહિલાઓ તેને પાર કરીને જ પાણી લેવા જાય છે. અહીના લોકોનુ એવુ કહેવુ છે કે આ કબર તેમના પૂર્વજોની જ છે તેથી તેઓ તેની પૂજા કરે છે. તેના પર પ્રસાદ ચઢાવે છે અને તેમના બધા રીતિ-રીવાજોનું પાલન પણ કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર