3 ફીટનો ડાકટર MBBS કરવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા અને ભાગ્ય બદલ્યું

ગુરુવાર, 7 માર્ચ 2024 (11:16 IST)
social media
ગણેશ બરૈયા ગુજરાતની ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર બન્યા છે. ડૉક્ટર બનવાની આ સફર તેના માટે ખૂબ જ પડકારજનક હતી.
 
ડૉ. ગણેશ બારૈયા હવે આધિકારિક રૂપથી ડાકટર બની ગયા છે. કોઈ બીજાનુ ડાક્તર બનવુ સામાન્ય વાત છે પણ ડો. ગણેશ બરિયા માટે આ ખૂબ પડકારરૂપ અને સંધર્ષોથી ભરેલુ રહ્યુ છે. તેનો કારણ છે કે ડૉ. ગણેશ નુ કદ ત્રણ ફીટનુ છે. 
 
તેમના કદના કારણે ગણેશ બરૈયાને સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. પહેલા તો તેણે MBBS માં એડમિશન જ નથી આપવામાં આવી રહ્યુ હતુ પણ ગણેશ બરૈયાએ આ નિર્ણયને પડકાર આપી. હવે ગુજરાતના સરકારી હોસ્પીટલમાં નિયુક્ત થયા ડૉ. ગણેશ બરિયા દુનિયાના સૌથી નાના ડાક્ટર બની ગયા છે. 

 

તેની સફળતા વિશે ડૉ. ગણેશ બરૈયા કહે છે, 'મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાની કમિટીએ મને એમ કહીને નકારી કાઢ્યો કે હું માત્ર 3 ફૂટ ઊંચો છું અને હું ઈમરજન્સી કેસને હેન્ડલ કરી શકીશ નહીં. ભાવનગર કલેક્ટરની સૂચનાથી હું ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો. બે મહિના પછી અમે કેસ હારી ગયા અને તે પછી વર્ષ 2018માં અમે સુપ્રીમ કોર્ટમાં ગયા. સુપ્રીમ કોર્ટના આદેશ પર મેં વર્ષ 2019માં એમબીબીએસમાં એડમિશન લીધું હતું.

Edited By-Monica sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર