VIDEO - શુ આપ અપરાધ કર્યા સિવાય 500 રૂપિયામાં આ જેલની હવા ખાવા તૈયાર છો

શનિવાર, 19 ઑગસ્ટ 2017 (15:47 IST)
નમસ્કાર સમાચાર જરા હટકે મા આપનુ સ્વાગત છે...  જેલનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે..  સામાન્ય રીતે જેલ એટલે  આંખો સામે અંધારી ઓરડી... રૂખી સૂકી રોટલી.. પોલીસના દંડા અને આસપાસ ખૂંખાર કૈદી એવુ ચિત્ર ફરવા માંડે છે.. આમ તો કોઈ ગુન્હો કે અપરાધ કરો તો તમને  જેલની હવા ખાવી જ પડે છે...  પણ હવે જેલનો આ અનુભવ લેવાનુ જો કોઈની  ઈચ્છા હોય તો તેણે કોઈ અપરાધ કરવાની જરૂર નથી. તેણે બસ ખર્ચ કરવા પડશે ફક્ત 500 રૂપિયા. એક દિવસ કેદી બનીને રહેવાનુ મન હોય તો તેલંગાના રાજ્યના જેલ સંસ્થા દ્વારા અનોખુ ફીલ ધ જેલ કાર્યક્રમનો ભાગ બની શકાય છે. તેના પેકેજ હેઠળ તમે 24 કલાક જેલમાં રહીને કૈદીના જીવનનો અનુભવ લઈ શકો છો. 
 
 તેલંગાનાના મેડક જીલ્લાના સંગારેડ્ડીમાં આવેલી 220 વર્ષ જૂના જીલ્લાના સેંટ્રલ જેલને સંગ્રહાલય બનાવીને પર્યટકો માટે ખોલી દેવામાં આવ્યા છે.  આ જેલમાં આવનારા પર્યટકોને સાંજે 5 વાગ્યે બંધ કરી દેવામાં આવે છે અને બીજી સવારે 5 વાગ્યે બહાર કાઢવામાં આવે છે.  કૈદી બનેલ પર્યટકોને એ જ જમવાનુ પીરસવામાં આવે છે જે સામાન્ય જેલમાં કેદીઓને આપવામાં આવે છે. જેલ સંસ્થા તરફથી કેદીઓને ખાદીથી બનેલો ડ્રેસ, પ્લેટ, ગ્લાસ, મગ, ટોયલેટ સોપ અને કપડા ધોવાનો સાબુ આપવામાં આવે છે. અહીની સાફ સફાઈ પણ કેદીઓએ જ કરવી પડે છે.  મતલબ હવે અપરાધ કર્યા વગર પણ તમે જેલની રોટલી ખાઈ શકો છો... તો મિત્રો શુ આપ આ જેલની મુલાકાત લેવા માંગશો.. મુલાકાત લેતા પહેલા જરૂર જુઓ અમારો આ વીડિયો... 
અમારા આ વીડિયોને શેર કરવાનુ ભૂલશો નહી અને હા અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વેબદુનિયાને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી તમે રોજ આ પ્રકારના નવા નવા વીડિયો જોઈ શકશો..  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર