તેલંગાનાના રહેનારા 26 વર્ષના યુવકની અમેરિકાના કેલિફોર્નિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 26 વર્ષના વી. વામશી રેડ્ડી તેલંગાનાના વારંગલ જીલ્લાના રહેનારા હતા. તેની હત્યા તેના એપાર્ટમેંટની પાસે કરવામાં આવી. મૃતકના પિતા મુજબ ગોળી મારનારો વ્યક્તિ કાર ચોરનારો હતો અને આ દુર્ઘટના શનિવારે સવારે ત્યારે થઈ જ્યારે વામશી કૈલિફોર્નિયાના મિલપિટાસની એક સ્થાનીક સ્ટોર પર પોતાની પાર્ટ ટાઈમ શિફ્ટ કરીને પરત ફરી રહ્યો હતો.
રેડ્ડી 2013માં અમેરિકા ગયો હતો. તેણે તાજેતરમાં જ તેણે પોતાનું એમએસ પૂરુ કર્યુ અને નોકરીની શોધ કરી રહ્યો હતો. પરિવારે તેલંગાના સરકારને લાશને ઘરે લાવવા માટે પગલા ઉઠાવવનુ કહ્યુ છે. મૃતકના પિતા રેડ્ડીએ જણાવ્યુ કે તેના મિત્રોનુ કહેવુ છે કે એક કાર ચોરે વામશી પર ત્યારે ગોળી ચલાવી જ્યારે તે એક સ્ત્રીની કારને પાર્કિગ ગેરેજમાંથી ચોરીને ભાગી રહ્યો હતો. રેડ્ડીએ જણાવ્યુ કે તેમણે પોતાના પુત્ર સાથે થોડા દિવસ પહેલા જ વાત કરી હતી.