1942માં બાળકોને પીઠ પર બાંધીને જહાજમાંથી કૂદી ગઈ હતી લક્ષ્મીબાઈ....

રૂના આશિષ

બુધવાર, 23 નવેમ્બર 2022 (17:02 IST)
બ્રિટિશ જહાજ ટાઈટેનિક ના ડૂબવાની સ્ટોરી તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ શુ તમે ભારતીય ટાઈટૈનિક એસએસ તિલાવા (SS Tilawa)ના વિશે જાણો છો.  જે જાપાની પનડુબ્બીના હુમલા પછી સમુદ્રમાં સમાય ગયુ હતુ ?  એસએસ તિલાવા સાથે જોડાયેલ આમ તો અનેક સ્ટોરી હોઈ શકે છે.  પણ અમે તેમાથી એક સ્ટોરી વિશે બતાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે 23 નવેમ્બર 2022ના રોજ એસએસ તિલાવા દુર્ઘટનાને 80 વર્ષ પુરા થઈ ગયા છે. એ સમયે જહાજમાં 678 લોકો સવાર હતા. તેમાથી 280 લોકોએ જહાજ સાથે જળ સમાધિ લઈ લીધી હતી. 
 
જહાજ 20 નવેમ્બર 1942ના રોજ મુંબઈથી દક્ષિણ આફ્રિકા માટે રવાના થયુ હતુ.  સ્વજનોને મળવાના સપના આંખોમાં સજાવીને બધા લોકો કોઈપણ જાતના તનાવ વગર  યાત્રા કરી રહ્યા હતા. પરંતુ જહાજની રવાનગીના ચોથા દિવસે એટલે કે 23 નવેમ્બરના રોજ અચાનક એક પછી એક 2 ધમાકાથી જહાજ ક્ષતિગ્રસ્ત થઈ ગયુ. ઉલ્લેખનીય છે કે જાપાની પનડુબ્બી આઈ-29એ આ જહાજ પર હુમલો કર્યો હતો.  આ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમય હતો. 
1942ની આ લક્ષ્મીબાઈ - જહાજ પર અફરા-તફરી મચી ગઈ હતી. દરેક હતી. દરેક કોઈ પોતાનો જીવ બચાવવાની કોશિશ કરી રહ્યુ હતુ. તેમાંના એક હતા વસંત બેન જાની. તે પણ તેના પતિને મળવા દક્ષિણ આફ્રિકા જઈ રહી હતી. તેમના ખોળામાં 3 વર્ષનો પુત્ર અરવિંદ હતો. ઝડપી નિર્ણયલ લેતા પોતાના બાળકને સાડી વડે પીઠ પર બાંધી અને જહાજમાંથી હિંદ મહાસાગરમાં કૂદકો માર્યો. સદનસીબે, 27 નવેમ્બરે તે તેના પુત્ર સાથે દક્ષિણ આફ્રિકા પહોંચી. તેમનો સંઘર્ષ અહીં પૂરો નહોતો થયો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તે એક મહિના સુધી તે કશુ પણ સાંભળી શકતી નહોતી. 
 
એસએસ તિલાવા દુર્ઘટનાકે 80 વર્ષ  પૂરે હોને કે ઉપલક્ષ્યમે મુંબઈમાં આયોજીત એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમમે ભાગ લેને આયે વસંત બેનના પુત્ર અરવિંદ ભાઈ જાની (જે દુર્ઘટના સમયે 3 વર્ષના હતા)એ વેબદુનિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે અમે દક્ષિણ આફ્રિકા તો પહોંચી ગયા, પણ અમને પિતાજી ક્યા રહે છે  તેના વિશે કોઈ માહિતી નહોતી. કારણ કે દુર્ઘટનામાં બધો જ સામાન નષ્ટ થઈ ગયો હતો. પછી માતાએ મારી દાદીને ગુજરાત ફોન લગાવ્યો અને અમે ક્યા રોકાયા છે એ વિશે જણાવ્યુ. દાદીએ મારા પિતાને માહિતી આપી.  એ સમયે પત્ર પહોંચવામાં 1 મહિનાનો સમય લાગતો હતો. પિતાજીને જાણ થયા બાદ તેઓ અમને આવીને મળ્યા. 
 
અરવિંદ ભાઈએ જણાવ્યું કે મારી માતાએ પિતાને પહેલેથી જ પત્ર લખીને જણાવ્યું હતું કે અમે તેમને મળવા આવી રહ્યા છીએ. આવી સ્થિતિમાં પિતાને અકસ્માતની જાણ થતાં તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. જોકે, દાદીનો પત્ર મળ્યા બાદ તે શાંત થઈ ગયો હતો. તે પછી અમે બધા ગુજરાત પહોંચ્યા અને દાદી અને મારા અન્ય ભાઈ-બહેનોને મળ્યા.

 
તેજ એ આ અકસ્માતમાં તેની માતા અને ત્રણ ભાઈઓને ગુમાવ્યા: બીજી એક સ્ટોરી શેર કરતા અરવિંદભાઈએ જણાવ્યું કે 9 વર્ષની તેજ પ્રકાશ કૌર પણ અમારી સાથે હતી, જે હાલમાં 90 વર્ષની છે અને અમેરિકામાં રહે છે. તેણીએ પણ તેના પિતા સાથે જહાજમાંથી છલાંગ લગાવી હતી. આ અકસ્માતમાં તેની માતા અને 3 ભાઈઓના મોત થયા હતા. અમે બધા એક જ બોટ પર હતા.  બોટમાં થોડાક  બિસ્કિટ અને જરૂરી વસ્તુઓ હતો. જેના કારણે અમારો જીવ બચી ગયો.
 
નેતાજીએ આ પનડુબ્બીને બચાવી હતી. આ પ્રશ્નનો અત્યાર સુધી કોઈ જવાબ નથી મળ્યો કે I-29 એ છેવટે એસએસ તિલાવા પર હુમલો કેમ કર્યો ? આ એક વ્યાપારિક જહાજ હતુ તેથી શુ જાપાની એ જાણતા હતા કે આ જહાજમાં કિમતી સામાન છે ? જેવા બીજા અનેક પ્રશ્ન છે. જેના જવાબ મળવા બાકી છે. પણ , I-29 સાથે જોડાયેલ એક  અન્ય ઘટના છે, જેનો સીધો સંબંધ ભારત સાથે જ છે.  ઉલ્લેખનીય છે કે તિલવા ત્રાસદીના 5 મહિના પછી એટલે કે 28 એપ્રિલ  1943ના રોજ સુભાષ ચંદ્ર બોસને આ સબમરીનની મદદથી બચાવાયા હતા. તે સમયે એવી અફવા હતી કે સુભાષબાબુ હિટલરના મિત્ર છે. નેતાજી જર્મન સબમરીનમાં  એક મીટિંગમાં ગયા હતા, જ્યાંથી તેમને I-29 મારફતે જ જાપાન લાવવામાં આવ્યા હતા. 


Edited by - kalyani deshmukh 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર