Shraddha Murder case- શ્રદ્ધા વાલકર મર્ડર કેસ : 'ગુસ્સામાં હત્યા કરી', આફતાબે કોર્ટમાં સ્વીકાર્યું

મંગળવાર, 22 નવેમ્બર 2022 (18:32 IST)
શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં સોમવારે મુખ્ય આરોપી આફતાબ પુનાવાલાને દિલ્હીની સાકેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેણે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા 'ગુસ્સા'માં કરી હોવાની કબૂલાત કરી.
 
આફતાબે કબુલ્યું,"મેં જે પણ કર્યું એ ભૂલથી કર્યું. ગુસ્સામાં શ્રદ્ધાની હત્યા કરી નાખી."
 
28 વર્ષના આફતાબે એવું પણ જણાવ્યું કે તેના વિરુદ્ધ જે પણ વાતો ફેલાવાઈ રહી છે એ સંપૂર્ણપણે સાચી નથી અને તે તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છે.
 
કોર્ટમાં આફતાબે કહ્યું, "હું તપાસમાં પોલીસની મદદ કરી રહ્યો છું.મેં એ જગ્યા પોલીસને બતાવી દીધી છે, જ્યાં મૃતદેહના ટુકડા ફેંક્યા હતા."
 
સાકેત કોર્ટે આફતાબ પુનાવાલાની પોલીસ કસ્ટડી ચાર દિવસ વધારી દીધી છે અને આ પહેલાં તે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં હતો.
 
આ દરમિયાન મીડિયા અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે શ્રદ્ધાને મારવામાં ઉપયોગમાં લેવાયેલી આરી અને બ્લેડ ગુરુગ્રામના ડીએલએપ ફેઝની ઝાડીમાં ફેકવામાં આવી 
 
હતી.
 
ગત શુક્રવારે દિલ્હી પોલીસ મેટલ ડિટેક્ટર સાથે ગુરુગ્રામ પહોંચી હતી પણ એને કોઈ પુરાવા કે ગુનો આચરતી વખતે વપરાયેલું હથિયાર નહોતાં મળ્યાં
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર