Aziz Qureshi Death: વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલનું નિધન

શનિવાર, 2 માર્ચ 2024 (13:21 IST)
Aziz Qureshi
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું લાંબી માંદગી બાદ શુક્રવારે અવસાન 
- તેઓ પ્રથમ વખત 1972માં મધ્ય પ્રદેશની સિહોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
-  ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ 
 
ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અઝીઝ કુરેશીનું લાંબી માંદગી બાદ શુક્રવારે અવસાન થયું. આ જાણકારી પરિવારના એક સભ્યએ આપી છે. તેમના નિધનના સમાચારથી રાજકીય વર્તુળોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
 
તેમની સંભાળ રાખનાર અઝીઝ કુરેશીના ભત્રીજા સુફિયાન અલીએ જણાવ્યું કે કુરેશીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. સુફિયાને જણાવ્યું હતું કે, "તે છેલ્લા કેટલાક સમયથી તબિયત સારી ન હતી અને ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં સવારે લગભગ 11 વાગે અંતિમ શ્વાસ લીધા."
 
સુફિયાન અલીએ જણાવ્યું હતું કે, "તેઓ પ્રથમ વખત 1972માં મધ્ય પ્રદેશની સિહોર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 1984માં લોકસભાના સભ્ય બન્યા હતા. કુરેશીના અંતિમ સંસ્કાર આજે સાંજે કરવામાં આવશે,"  
 
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ
અઝીઝ કુરેશીનો જન્મ 24 એપ્રિલ, 1941ના રોજ ભોપાલમાં થયો હતો. કુરેશીએ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મિઝોરમના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.  તેઓ 1984માં મધ્યપ્રદેશના સતનાથી લોકસભા ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. કુરેશી મધ્ય પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિના સચિવ હતા, ભારતીય યુવા કોંગ્રેસના સ્થાપક સભ્ય અને 1973માં મધ્ય પ્રદેશ સરકારના વિવિધ વિભાગોમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. કુરેશીને 24 જાન્યુઆરી 2020 ના રોજ મધ્ય પ્રદેશની તત્કાલીન કમલનાથ સરકાર દ્વારા મધ્ય પ્રદેશ ઉર્દૂ એકેડમીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર