રોહિંગ્યા મુસલમાનોના ભારતમાં રહેવાને લઈને કેન્દ્ર સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. રોહિંગ્યા મુસલમાનને મ્યાંમાર પરત મોકલવાના લઈને કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પોતાનો જવાબ સોંપી દીધો છે. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં 16 પાનાનું સોગંધનામુ સોપ્યુ છે. જેમા તેમને કહ્યુ કે રોહિંગ્યા આ દેશમાં રહી શકતા નથી. હવે આ મામલે આગામી સુનાવણી 3 ઓક્ટોબરના રોજ થશે.
પ્રથમ કારણ - કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને સોગંધનામુ સોંપીને જવબ આપ્યો છે. જેમા કેન્દ્રએ કહ્યુ છે કે રોહિંગ્યા મુસલમાનોને દેશમાં રહેવુ ગેર કાયદેસર છે. રોહિંગ્યા મુસલમાન ગેરકાયદેસર ગતિવિધિઓમાં પણ સામેલ છે. જેવા કે પોતાના બીજા સાથીઓ માટે નકલી પેન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ બનાવડાવવા. કેટલાક રોહિંગ્યા માનવ તસ્કરીમાં પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે મ્યામાંરમાં હિંસાને કારણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં લગભગ 380,000 રોહિંગ્યા લોકો ભાગીને બાંગ્લાદેશમાં શરણ લઈ ચુક્યા છે. હિંસાને કારણે મ્યામાંરના રખાઈન શહેરમાં લગભગ 30,000 બૌદ્ધ અને હિન્દુ પણ વિસ્થાપિત થયા છે. માનવાધિકાર સંગઠનોનુ કહેવુ છે કે મ્યામાંરની સેનાએ આરસાના હુમલાની આડમાં લગભગ 11 લાખ રોહિંગ્યા મુસલમાનોને ભગાડવાનુ અભિયાન શરૂ કર્યુ છે. મ્યામાંરની સરકારે આરોપોથી ઈનકાર કર્યો છે.