આ રીતે ગણપતિને વિદાય આપશો તો સુખ અને સમુદ્ધિ આવશે તમારે દ્વાર

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (12:48 IST)
સનાતન ધર્મમાં ગણપતિજીન આદિદેવ માનવામાં આવે છે અને પ્રથમ પૂજનીય છે. ગણેશ પૂજા વગર કોઈપણ મંગલ કાર્ય શરૂ થતુ નથી. તેની પૂજા વગર કાર્ય શરૂ કરવાથી વિધ્નો આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી ગણપતિ બાપ્પા મોરિયા ના જયકારના ગુંજનની ધૂમ રહે છે. ગણપતિ બાપ્પા સાથે જોડાયેલ આ મોરયા નામની પાછળ ગણપતિજીનુ મયુરેશ્વર સ્વરૂપ માનવામાં આવે છે. ગણેશ પુરાણ મુજબ સિંધુ નામક દાનવના અત્યાચારથી બચવા માટે દેવગણોએ ગણપતિજીનુ આહવાન કર્યુ. સિંધુ સંહાર માટે ગણેશજીએ મયુરને પોતાનુ વાહન તરીકે પસંદ કર્યુ અને છ હાથવાળો અવતાર લીધો. આ જ કારણે તેમને મયુરેશ્વર અવતાર કહેવામાં આવે છે. 

 
 
ગણપતિ વિસર્જન કેમ કરવામાં આવે છે.  સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદ વ્યાસ જી એ ભાગવત કથા ગણપતિજીને સતત 10 દિવસ સુધી સંભળાવી અહ્તી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદ વ્યાસેજીએ આખો ખોલી તો જોયુ કે 10 દિવસની અથાક મહેનત બાદ ગણેશજીનુ તાપમાન ખૂબ વધી ગયુ છે. તરત જ વેદ વ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં જઈને ઠંડા કર્યા હતા. તેથી ભાદ્રપદ શુકલ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને કર ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે.  
 
ગણેશજીને શુ છે પ્રિય - ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે આ જ કારણે ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમનુ પૂજન કરી તેમની મૂર્તિનુ વિસર્જન કરવામાં આવે છે. ગણેશજી બુદ્ધ અને કેતુ ગ્રહધિપતિ કહેવાય જાય છે. તેથી તેમને લીલા અને ઘૃમવર્ણ રંગ વધુ પ્રિય છે. દુર્વા, શમી પત્ર, આમલી કેળ અને દૂધી તેમની પ્રિય વસ્તુ છે. તેથી ગણપતિ જીના મુજબ આ વસ્તુઓને અર્પણ કરવી જોઈએ. ચતુર્થી અને ચતુર્દર્શી ગણેશજીની પ્રિય તિથિયો છે. તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે.  ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે. લાલ રંગના ગુડહલના ફુલ (ચાઈના રોજ) ગણેશજીને પ્રિય છે. તેમનુ મુખ્ય અસ્ત્ર પાશ અને અંકુશ છે. 
  
વિસર્જન પૂજા - આજે અનંત ચતુર્દશીના પર્વ પર દસ દિવસીય ગણેશોત્સવનુ સમાપન થશે. સાર્વજનિક સ્થાનો અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થશે. શાસ્ત્રોમુજબ માટી દ્વારા અનંત નિર્મિત ગણેશજીની મૂર્તિયો જે સ્થાપિત કરવામાં આવે છે તેમનુ વિસર્જન કરવુ અનિવાર્ય છે. તેથી શાસ્ત્રોમુજબ ગણપતિજીની મૂર્તિયોનુ વિસર્જન જળમાં જ થવુ જોઈએ. ખુદના ઘરમાં જ પવિત્ર પાત્રમાં ગંગાજળના થોડાક ટીપા અને શેષ શુદ્ધ જળ મિક્સ કરીને મૂર્તિનુ વિસજર્ન કરો. વિસર્જન પહેલા ગણપતિજીની વિધિવત પૂજા કરો. 
 
વિસર્જન પૂર્વ પૂજન વિધિ - વિસર્જન પહેલા સ્થાપિત ગણપતિજીની મૂર્તિંની વિધિવત ષોડશોપચાર પૂજન આરતી કરો. ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો. 21 લાડુઓનો ભોગ લગાવો. તેમાથી 5 લાડુ મૂર્તિ પાસે ચઢાવો અને 5 બ્રાહ્મણને પ્રદાન કરી દો. બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો. ત્યારબાદ ગણેશજીને 21 દુર્વા આ  મંત્રો સાથે ચઢાવો. 
 
ગણેશ ૐ વં વક્રતુળ્ડાય નમ: 
 
ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન, ચોખા, દુર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનુ આ મંત્ર સાથે વિસર્જન કરી દો. હવે આ પવિત્ર પાણીને ઝાડ પર ચઢાવી દો. આવુ કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર