દિલ્હીના લોકોને વીકેન્ડ કર્ફ્યુથી રાહત મળી છે. આજથી રેસ્ટોરન્ટ, બાર અને સિનેમા હોલ આજથી ફરી ખુલશે. જણાવી દઈએ કે કોવિડની વર્તમાન સ્થિતિ અને પ્રતિબંધોની સમીક્ષા કરવા માટે ગુરુવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજધાનીમાં કોરોનાના ઘટતા કેસો બાદ વીકેન્ડ કર્ફ્યુ ખતમ કરવાનો નિર્ણય લેવાયો. આ સાથે રેસ્ટોરાં, બાર અને સિનેમા હોલ પણ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. જો કે રાજધાનીમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ રહેશે.
આ સાથે, બેઠકમાં દિલ્હીના બજારો પર લાદવામાં આવેલા નિયંત્રણોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે બજારો રોજ ભરાશે, જોકે દુકાનદારોએ કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ સિવાય ડીડીએમએ આગામી મીટિંગ સુધી શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. તેમજ માસ્ક પહેરવું ફરજિયાત છે.
મેરેજ હોલ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, જ્યારે લગ્નમાં વધુમાં વધુ 200 મહેમાનો હાજર રહી શકશે.
ઓડ-ઈવનની તર્જ પર બજારો ખોલવાનો નિર્ણય પૂર્ણ થઈ ગયો છે.