એક અધિકારીક સૂત્રએ કહ્યુ ખિચડી ભારતમાં સૌથી વધુ ખવાતા ભોજનમાંથી એક છે.. તેને અમીરથી લઈને ગરીબ સમાજના બધા વર્ગના લોકો સ્વાદ લઈને ખાય છે. આ જ બધી ખૂબીયોને કારણે ખિચડીની પસંદગી કરવામાં આવી છે. ખિચડીની મુખ્ય સામગ્રીમાં ચોખા, દાળ અને મસાલ આનો સમાવેશ છે. આ ખાદ્ય આયોજનની રોનક વધારવા માટે ખાદ્ય પ્રસંસ્કરન મંત્રી હરસિમરન કૌર બાદલે ખિચડીને સૂપર ફૂડનો દરજ્જો આપવાની ભલામણ કરી છે. આ અવસર પર વિવિધ અનાજ જેવા જ્વાર બાજરા અને મોટા દાળથી 800 કિલોગ્રામ ખિચડી તૈયાર કરવામાં આવશે.. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન આપવા માટે આવુ કરવામાં આવશે.