મહાકુંભમાં પહોંચ્યો PM મોદીનો ભત્રીજો , જાણો એવું તે શું કર્યું કે વાયરલ થઈ ગયો વીડિયો
મંગળવાર, 21 જાન્યુઆરી 2025 (10:11 IST)
sachine modi
PM Modi's Nephew Sachin Modi Viral Video: મહાકુંભ જે દુનિયાનો સૌથી મોટો ધાર્મિક મેળો આ સમયે તેની ચરમસીમાએ છે. આ મહાન કાર્યક્રમનો લ્હાવો લેવા દેશ અને વિદેશમાંથી લાખો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનિય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભત્રીજો સચિન મોદીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતાના મિત્રો સાથે કબીર ભજન ગાતો જોવા મળે છે. આ વિડીયો જોઈને લોકો હેરાન છે કે પીએમ મોદીના ભત્રીજો એક સામાન્ય ભક્તની જેમ મહાકુંભમાં ભાગ લઈ રહયો છે
મળતી માહિતી મુજબ, સચિન મોદી તેના બે મિત્રો સાથે મહાકુંભ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કબીર ભજન ગાવાનો આનંદ માણ્યો. તેમના મિત્રો વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તે બધા સાથે ભજનના તાલમાં ડૂબેલા જોવા મળ્યા. આ વીડિયોમાં સચિન મોદી અને તેમના મિત્રો સાથે તેમના પિતા પંકજ મોદી પણ જોવા મળે છે, જે વડાપ્રધાન મોદીના સગા ભાઈ છે. સચિન મોદીને કબીર ભજન ગાતા જોઈને તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સચિન મોદીએ પરિવાર અને મિત્રો સાથે મહાકુંભનો આનંદ માણ્યો
પીએમ નરેન્દ્ર મોદીના ભત્રીજા હોવા છતાં, સચિન મોદીએ એક સામાન્ય ભક્ત તરીકે મહાકુંભમાં ભાગ લીધો હતો. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે આ કાર્યક્રમનો ભાગ બન્યો અને સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભજન ગાઈને મહાકુંભનો આનંદ માણ્યો. આ દ્રશ્ય સામાન્ય માણસ જેવું સાદું જીવન જીવવાનો સંદેશ આપે છે જે તેના અંગત જીવનને પ્રતિબિંબિત કરે છે.
શ્રી રામ સખા મંડળના સભ્ય છે સચિન મોદી
સચિન મોદી જે વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે. તેઓ શ્રી રામ સખા મંડળ નામના ભક્ત જૂથના સક્રિય સભ્ય પણ છે. આ જૂથ અમદાવાદ અને ગાંધીનગરમાં દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આ જૂથમાં ડોક્ટરો, એન્જિનિયરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે અને સેંકડો યુવાનો આ જૂથ સાથે જોડાયેલા છે. મહાકુંભના આ વીડિયોમાં, સચિન મોદી તેમના મિત્રોના જૂથ સાથે ભજનોનો આનંદ માણતા જોવા મળે છે.
બે CA મિત્રો સાથેનો સચિન મોદીનો વીડિયો થયો વાયરલ
મહાકુંભમાં ભાગ લેતા ત્રણ યુવાન મિત્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આમાંથી બે યુવાનો સીએ છે અને ત્રીજો યુવાન બીજું કોઈ નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજો સચિન મોદી છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું હતું કે સચિન મોદી ભલે પ્રધાનમંત્રીના સંબંધી હોય, પરંતુ તેઓ સામાન્ય લોકોની જેમ મહાકુંભના આ અદ્ભુત કાર્યક્રમનો ભાગ બન્યા અને પવિત્રતા તરફ આગળ વધ્યા. આ ઘટના સાબિત કરે છે કે ધાર્મિક તહેવારો અને કાર્યક્રમોમાં કોઈનું સ્થાન કે દરજ્જો મહત્વનું નથી, મહાકુંભમાં બધા એક સમાન છે.