ગાય પૉલીશિન ખાઈને કેવી રીતે બીમાર થાય છે કે મરી જાય છે તેની લાઈવ સર્જરી જોશે મોદી
શનિવાર, 23 સપ્ટેમ્બર 2017 (11:10 IST)
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વારાણસીના બેદિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદીએ વારણસીથી વડોદરા સુધીની મહામના એક્સપ્રેસને લીલીઝંડી આપી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ એક વીડિયો લીંકના માધ્યમથી મહામના એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેંન વારાણસીથી ગુજરાતમાં સૂરત અને વડોદરાને જોડશે. આ ટ્રેનનું ઉદ્ધાટન કરીને પીએમ મોદીએ પોતાના બે મતવિસ્તારને જોડ્યા છે. . વારાણસીનાં લાલપુર સ્ટેડિયમમાં તેમણે લોકોને રૂપિયા 1000 કરોડની યોજનાઓ સમર્પિત કરી હતી.
- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીની બે દિવસની મુલાકાતના પહેલા દિવસે લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમામ સમસ્યાઓનું સમાધાન વિકાસમાં રહેલું છે અને અમારી સરકાર સાચી દિશામાં કામ કરી રહી છે. દેશનો દરેક નાગરિક પોતાના પગ પર ઊભો રહે તે રીતે લોકોને મદદ કરવા અમે સાચી દિશામાં કામ કરી રહ્યા છીએ
મોદીએ કહ્યું, "પશુધન આરોગ્ય મેળા માટે યુપીના CMને અભિનંદન. આખા યુપીમાં આ મેળો લગાવવામાં આવશે. અમે લોકોની તપસ્યા બેકાર નહીં જવા દઇએ."
- "આ મેળા દ્વારા આપણો ગરીબ ખેડૂત, જે પશુની દેખભાળ કરવામાં આર્થિક કારણોસર નિષ્ફળ જાય છે, તેમને આ પશુધન આરોગ્ય મેળાને કારણે બહુ મોટી રાહત મળશે."
- "આપણે જાણીએ છીએ કે ખેડૂતોની આવકમાં સૌથી મોટી મદદ કોઇ હોય તો તે પશુપાલન અને તેમના દૂધ ઉત્પાદનથી મળે છે."
- "વોટબેન્ક માટે કામ કરવું એ કેટલાંક લોકોનો સ્વભાવ છે. પરંતુ, આ આરોગ્ય મેળો એવા પશુઓ માટે છે જે કોઇને વોટ નથી આપવાના. અત્યાર સુધી પશુઓ માટે કોઇ કામ કરવામાં નથી આવ્યું. અમે વોટ્સના હિસાબે કામ નથી કરતા. અમારા માટે પાર્ટીથી મોટો આ દેશ છે."
- "મારો જન્મ ગુજરાતમાં થયો છે. ગુજરાતમાં દૂધના કામ અને તેના ભાવથી ખેડૂતોની જિંદગી સુધરી. ડેરીના માધ્યમથી કાશીના ખેડૂતોને પણ લાભ થશે."
- "અમારો સંકલ્પ છે કે 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરીએ. 2022માં આઝાદીના 75 વર્ષ પૂરાં થાય છે. આ સંકલ્પ પશુપાલનથી પૂરો થઇ શકે છે. 5 વર્ષમાં આ સંકલ્પને સિદ્ધ કરીએ
મોદી જોશે LIVE સર્જરી
ગાય પૉલીશિન ખાઈને કેવી રીતે બીમાર થાય છે કે મરી જાય છે તેની માહિતી માટે પશુઓની સર્જરી પણ થાય છે. તેનુ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. જેને પીએમ મોદી જોશે. IVRI ની 11 સભ્યની એક્સપર્ટ ટીમે કમાન સાચવી લીધી છે. પશુમેળાના કાર્યક્રમ પછી પીએમ મોદી જનસભા કરવા માટે પહોંચશે. પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને સ્વીકૃતિ પત્ર આપ્યા પછી જનતાને સંબોધિત કરશે.