આ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે અથવા કોઈપણ ફોરમમાં તેમની કોઈ અરજી પેન્ડિંગ નથી. તેમને ફાંસી પર લટકાવવામાં આવે. કોઈ એક દોષીની અરજી પેન્ડિંગ હોવા પર બાકી 3 દોષિતોને ફાંસીથી રાહત ના આપવામાં આવી શકે. આ મામલે દિલ્હી હાઈકૉર્ટે રવિવારનાં ખાસ સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. નિર્ભયાનાં માતા-પિતાનાં વકીલોએ મંગળવારનાં દિલ્હી હાઈકોર્ટનાં ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની સમક્ષ મામલાને તાત્કાલિક રજૂ કર્યો અને સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાનાં ચારેય દોષિતોની વિરુદ્ધ ડેથ વોરંટ પરથી રોક હટાવવાની માંગ કરનારી કેન્દ્રની અરજીનું જલદી નિરાકરણ લાવવાની માંગ કરી