મોલમાં જવાનો શોખ ધરવાતા માતા-પિતા જરૂર વાંચે આ સમાચાર
શુક્રવાર, 9 માર્ચ 2018 (11:13 IST)
ઈન્દોર. ટીઆઈ (ટ્રેઝર આઈલેંડ)ના પાંચમા માળના વર્ચુઅલ ગેમ જોનમાં ગુરૂવારની સાંજે મ્યુઝિકના ઘોંઘાટ વચ્ચે માસ્ક અને ચશ્મા લગાવીને બાળકો અંધારા રૂમમાં ગેમમા મસ્ત હતા. ત્યારે 9 વર્ષની એક બાળકીના ચીસ પાડવાનો અવાજ આવ્યો. બાળકીના 12 વર્ષીય ભાઈ સહિત બધા બાળકોને લાગ્યુ કે બાળકી ગેમના ભયને કારણે બૂમો પાડી રહી છે. પણ હકીકત એટલી ભયાનક નીકળી કે જેને પણ સાભળ્યુ તે ચોંકી ગયા. બાળકીને ત્યા કામ કરનારા એક કર્મચારી હાથ પકડીને ખૂણામાં લઈ ગયો અને તેની સાથે ખોટી હરકત કરવા માંડ્યો.
હરકત પણ એટલી દર્દનાક કે ફર્શ પર લોહી ફેલાય ગયુ. બાળકી રડતી રડતી બહાર આવી. તેણે કરાહતા કર્મચારી અર્જુન તરફ ઈશારો કર્યો તો માએ તરત તેને પકડી લીધો અને ધડાધડ લાફા માર્યા. જ્યારે ત્યા હાજર અન્ય લોકોને આ વાતની જાણ થઈ તો તેમણે પણ આરોપીને ખૂબ ધુલાઈ કરી. પીડિત પરિવારની ફરિયાદ પર આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો. બાળકીનું શહેરની એક હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યુ.
ગભરાય ગઈ બાળકી
- બાળકી એ વહેંશીની હરકતથી એટલી ગભરાઈ ગયી કે જ્યારે તેની પાસે બાઉંસર આવ્યો તો તેણે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો અને બૂમો પાડવા માંડી મમ્મી પ્લીઝ આ લોકોને મારાથી દૂર કરો.. મને ખૂબ ભય લાગી રહ્યો છે.. મા એ બાળકીને છાતી સરસી ચાંપીને પંપાળી અને બૂમો પાડીને બાઉંસરને દૂર જવા માટે કહી દીધુ.
બાળકી ચીસો પાડી રહી હતી તો ભાઈને લાગ્યુ કે ગેમ રમી રહી છે
- જૂની ઈંદોર વિસ્તારમાં રહેનારા એક વેપારીની પત્ની પોતાની 9 વર્ષની પુત્રી અને 12 વર્ષના પુત્રને ગુરૂવારે સાંજે ટ્રેઝર આઈલેંડમાં ફરાવવા લઈ આવી હતી. તે મોલ ફરતા ફરતા પાંચમા માળ પર પ્લે ઝોનમાં પહોંચી ગયા.
- બાળકોએ જીદ કરી હતી કે ઉપર વર્ચુઅલ ગેમ જોન છે. ત્યા ચશ્મા અને માસ્ક લગાવીને જવામાં આવે છે. બાળકોની જીદ પુર્ણ કરવા માટે મા ત્યા લઈ ગઈ.
- ભાઈ-બહેને ટિકિટ લીધી. માસ્ક અને ચશ્મા લગાવીને અંદર જતા રહ્યા. પોત પોતાની ગેમ રમવા માટે ભાઈ બહેન જુદા પડી ગયા હતા.
- મ્યુઝિકના અવાજ વચ્ચે અંધારા રૂમમાં ગેમ રમી રહ્યા હતા ત્યારે અચાનક બાળકીના ચીસ પાડવાનો અવાજ આવ્યો. તેના 12 વર્ષના ભાઈ સહિત બધા બાળકોને લાગી રહ્યુ હતુ કે બાળકી ગેમના ભયને કારણે ચીસો પાડી રહી છે. પણ હકીકત ભયાનક નીકળી.
પોલીસ વેરિફિકેશન વગર જ મૉલમાં કામ કરી રહ્યો હતો આરોપી
- સીએસપી મુજબ ગેમિંગ જોનના કર્મચારીઓનો પોલીસ વેરિફિકેશન ન થવાની વાત સામે આવી છે. અમે તેની કરી રહ્યા છે અને સખત કાર્યવાહી કરશો.
- બીજી બાજુ ઘટનાને લઈને જ્યારે ટીઆઈ મોલના માલિક પિંટૂ છાબડા સાથે વાત કરવામાં આવી તો જણાવ્યુ કે સૂરતમાં છે. મૉલમાં બાળકી સાથે આવી ગંદી હરકતે તેમને હલાવી નાખ્યા. તેથી તેમણે ગેમિંગ ઝોન હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
- પિંટૂ મુજબ મૉલના દરેક કર્મચારીનુ પોલીસ વેરિફિકેશન છે. જો ગેમિંગ ઝોનમાં કર્મચારીનુ પોલીસ વેરિફિકેશન નથી થયુ તો એ માટે એક્શન થવી જોઈએ. પોલીસ મુજબ યુવક સાથે ગેમ ઝોનના મેનેજમેંટ પર પણ સખત કાર્યવાહી કરવી જોઈએ.