આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપવાની માંગ પર અડગ ટીડીપી એનડીએથી જુદી થઈ રહી છે. રાજ્ય સરકારમાં બીજેપી મંત્રીઓએ રાજીનામુ આપી દીધુ છે અને કેન્દ્ર સરકાર સાથે ટીડીપી કોટાના મંત્રી પણ રાજીનામુ આપવા જઈ રહ્યા છે. બંને પાર્ટીઓ વચ્ચે વધેલી રાજનીતિક તલ્ખ્કીના મુદ્દે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સાંસદ રામ મોહન નાયડૂએ એક ચેનલ સાથે વાતચીત કરી.
તેમણે કહ્યુ કે તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને BJP વચ્ચે સંબંધને લઈને આજે અમે કશુ કહી શકતા નથી. પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંબંધને લઈને હાલ અમે આગળ વધી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારા તેલુગૂ દેશમ પાર્ટીના સાંસદ સરકારને સમર્થન ન કરે. આ રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સરકારનો સંબંધ છે. પાર્ટીનો પાર્ટી સાથે કોઈ સંબંધ નથી.
TDP સાંસદે કહ્યુ કે આંધ્ર પ્રદેશને ન્યાય મળવો જોઈએ અને રાહુલ ગાંધીએ પણ સમર્થનમાં આવવુજોઈએ. રાહુલ ગાંધી પોતાનુ રાજનીતિક હિત છોડીને આંધ્રપ્રદેશના ન્યાયને લઈને વાતચીત કરે. તે આંધ્રપ્રદેશ માટે કોંગ્રેસની ફોજ લઈને લડે. સોનિયા ગાંધીના ડિનરની વાત પર તેમણે કહ્યુ કે અમારી પાર્ટી ડિનર માટે નહી પણ અમારા મકસદ માટે આંદોલન આગળ વધારવા માંગે છે. જેનાથી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો મળી શકે.