2024ની લોકસભાની ચૂંટણી માટે શાસક અને વિપક્ષે અત્યારથી ચોગઠા ગોઠવવાનું શરુ કરી દીધું છે. એક બાજુ સરકાર છે અને બીજી બાજુ વિપક્ષ,આજે ભારતીય રાજનીતિમાં બે મોટી ઘટનાઓ બનવાની છે. કેન્દ્રના શાસક ગઠબંધન એનડીએ દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે જેમાં એનડીએના 38 પક્ષો સામેલ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જુલાઈ મંગળવારના રોજ સત્તારૂઢ NDAની મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે. મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે આ બેઠક થઈ રહી છે. 18 જુલાઈએ જ NDAની રચનાના 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.