“તેનો હેતુ વિશ્વને છેતરવાનો અને પાકિસ્તાનની કથળતી જતી અર્થવ્યવસ્થા, અરાજકતા, સેનામાં મતભેદ, ખરાબ થતા વૈશ્વિક સંબંધો અને દેશમાં આંતકવાદને પ્રોત્સાહન જેવા મુદ્દાઓથી વિશ્વનું ધ્યાન હઠાવવાનો છે.”
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ શુક્રવારે કહ્યું હતું, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પર બુચર ઑફ ગુજરાત જીવતા છે. અને તેઓ ભારતના વડા પ્રધાન છે. જ્યાં સુધી તેઓ વડા પ્રધાન નહોતા બન્યા ત્યાં સુધી અમેરિકામાં તેમના પ્રવેશ પર પાબંદી હતી.”
બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે.
ભારતનાં વિદેશ રાજ્યમંત્રી અને નવી દિલ્હીનાં સાંસદ મીનાક્ષી લેખીએ ભુટ્ટોના નિવેદનના જવાબમાં કહ્યું છે કે, “સામાન્યપણે વિદેશમંત્રી આવી રીતે વાત નથી કરતા. આ એ જ લોકો છે જેમણે બલુચિસ્તાનમાં લોકોને માર્યા છે, જેમણે કાશ્મીરમાં લોકોને માર્યા છે. આવું જ પંજાબ અને કરાચીમાં પણ કરાયું છે.”