Gondal Assembly Seat - ગોંડલની ટીકિટ ખુદ વડાપ્રધાન મોદી નક્કી કરશે, નરેશ પટેલ અને રમેશ ટીલાળા અમિત શાહને મળ્યા

શનિવાર, 5 નવેમ્બર 2022 (12:19 IST)
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. અંગત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીંગ શરૂ કરી દીધું છે. સૌથી પહેલા અત્યારે રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. રાજકોટમાંથી લડવું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેઓ આજે ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈને અમિત શાહને મળ્યા હતા અને ગોંડલ માટે ટિકિટની માંગ કરી હતી. ગોંડલમાં હાલ ગોંડલ જૂથ અને રીબડા જૂથ બંને પરિવાર માટે ટિકિટ માંગી રહ્યા છે. બંને બાહુબલી નેતાઓમાંથી કોના પરિવારને ટિકિટ આપવી તે પાર્ટી માટે પણ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે નવો જ પાટીદાર ચહેરો ઉતારે અને બંને ક્ષત્રિયોને સુચના આપે કે કમળને જીતાડવાનું છે.

ટિકિટ માટે ગોંડલ અને રીબડા જૂથનો ગજગ્રહ જગ જાહેર થઈ ગયો છે. બંનેના પરિવારમાંથી કોઈને ટિકિટ નહીં આપીને ખોડલધામમાંથી પાટીદારને ટિકિટ આપી ગોંડલના સીટના સમીકરણો હાલ ફરી રહ્યા છે. આજે નરેશ પટેલ અને રમેશ ટીલાળા દિલ્હી દોડી ગયા છે. આ પહેલાં પણ નરેન્દ્ર મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપવા રમેશ ટીલાળા અને નરેશ પટેલ દિલ્હી ગયા હતા. તો હાલ ફરી તે ગાંધીનગર અમિત શાહને મળી અને દિલ્હી જવા રવાના થયા છે. આગામી દિવસોમાં ગોંડલની સીટ પર નવો ઉમેદવાર સામે આવે તો નવાઈ નહીં અને ગોંડલની સીટની અંતિમ મહોર નરેન્દ્ર મોદી ખુદ મારે તેવું પણ જાણવા મળી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર