મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં જુના અખાડાના બે સાધુઓ સહિત ત્રણ લોકોને માર મારીને તેમની હત્યા કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસે ગ્રામજનો સામે કાર્યવાહી કરી 110 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે, જેમાંથી 101 ને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે અને નવ સગીર કિશોરોને આશ્રયસ્થાનમાં મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાલઘર જિલ્લામાં દાભડી ખાનવેલ રોડ સ્થિત એક આદિવાસી ગામમાં શુક્રવારે આશરે 200 લોકોએ આ ત્રણેયને ચોર સમજીને તેના પર પથ્થરમારો કર્યો હતો અને તેના વાહન રોકવા લાગ્યા હતા. જ્યારે આ લોકોએ પોતાનું વાહન રોક્યું તો તો ટોળાએ તેમને ઉતારીને લાકડીથી રોડ પર મારવાનું શરૂ કરી દીધું હતું. ટોળું ઉગ્ર હતું તો તેણે પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. હુમલામાં પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રામીણોના હુમલામાં કાસા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સિવાય જિલ્લાના એક સીનિયર પોલીસ અધિકારી પણ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ મળીને આ ઘટનમાં પાંચ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. તો આ ઘટનાસ્થળે બે સાધુ અને એક ડ્રાઇવરનું મોત થયું હતું.
પ્રયાગરાજમાં પ્રવાસ કરી રહેલા અખાડા પરિષદના પ્રમુખે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં બ્રહ્મલીન બ્રાહ્મણ સંતની સમાધિ પર જઇ રહેલા સંતો-સંતોએ પોલીસની હાજરીમાં એક વિશિષ્ટ ધર્મના લોકો દ્વારા હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પાલઘરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સાથે ફોન પર વાત કરીને અખાડા કાઉન્સિલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાલઘરની ઘટના અંગે નારાજગી વ્યક્ત કરીને ટ્વીટ કરીને કહ્યું છે કે ગુનેગારોને માફ નહી કરવામાં આવે પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી છે. જેણે 2 સાધુ, 1 ડ્રાઇવર અ ને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાના દિવસે તે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગુનો અને શરમજનક કૃત્યના ગુનેગારોને કઠોર સજા આપવામાં આવશે. ગુનાના દિવસે પોલીસે 2 સાધુઓ, 1 ડ્રાઈવર અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરનાર તમામ આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું છે કે આવી શરમજનક ઘટનાને અંજામ આપનારા ગુનેગારોને માફ નહી કરવામાં આવે