સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર જગતોષ શુક્લાએ જણાવ્યું કે, શહીદ એક્સપ્રેસ સોમવારે સવારે આઠ વાગ્યે ચારબાગના પ્લેટફોર્મ પરથી આગળ વધ્યો ત્યારે તેના બંને કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે, આ અકસ્માતમાં કોઈ મુસાફરોને ઇજા પહોંચી નથી. તેમણે માહિતી આપી હતી કે ટૂંક સમયમાં જ આ બંને કોચના મુસાફરોને અન્ય કોચમાં મોકલીને ટ્રેનો રવાના કરવામાં આવશે.
રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેનના બંને કોચ પાટા પરથી ઉતરવાના મુદ્દે મુસાફરોના હોબાળો મચ્યો હતો, પરંતુ રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ અકસ્માત ચારબાગ રેલ્વે સ્ટેશન પર બન્યો હોવાથી તત્કાળ મામલો સંભાળી લેવામાં આવ્યો હતો.