કોટા: છેલ્લા 24 કલાકમાં બે વિદ્યાર્થીઓનાં મૃત્યુ, પોલીસે કહ્યું આત્મહત્યા

ગુરુવાર, 9 જાન્યુઆરી 2025 (18:14 IST)
રાજસ્થાનનું કોટા શહેર ફરી એક વખત કોચિંગ વિદ્યાર્થીઓની આત્મહત્યા મામલે ચર્ચામાં છે.
 
કોટામાં રહીને કોચિંગ કરી રહેલા હરિયાણા અને મધ્ય પ્રદેશના બે વિદ્યાર્થીઓ મંગળવાર રાત્રે અને બુધવારે બપોરે પોતાના ઓરડામાં મૃત મળી આવ્યા.
 
24 કલાકમાં બંને વિદ્યાર્થીઓનાં મોતને પોલીસે આત્મહત્યા ગણાવી છે. બંને મૃતક કોટામાં રહીને એક ખાનગી કોચિંગ સંસ્થાન સાથે જોડાઈને જેઈઈની કોચિંગ કરી રહ્યા હતા.
 
કોટા પ્રશાસને દાવો કર્યો હતો કે વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, છેલ્લા 24 કલાકમાં આ બે વિદ્યાર્થીઓની આત્મહત્યાએ ફરી કોટાના વિદ્યાર્થીઓના કોચિંગ મામલે સવાલો ઊભા કર્યા છે.
 
તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.
 
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.
 
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર