ભારતીય વાયુસેનાએ પાક અધિકૃત કાશ્મીર (PoK) માં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કૈપોની સાથે સાથે બાલાકોટમાં છપાયેલા પણ હુમલો કર્યો છે. બાલાકોટ, ખૈબર પખ્તૂનખ્વા શહેરમાં સ્થિત છે. આ ખૂબ જ સુંદર વિસ્તારમાં આતંકની ફેક્ટરી ચલાવે છે. ત્યા પણ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા તબાહ કરવામાં આવ્યા છે. માહિતગારોનુ કહેવુ છે કે બાલાકોટ ઘણા સમયથી આતંકી અને જિહાદી ગતિવિધિઓનુ કેન્દ્ર રહ્યુ છે. ભાગલા પછી જિયા ઉલ હકના જમાનામાં આ આતંકી ગતિવિધિઓનુ કેન્દ્ર બની ગયુ. એવુ કહેવાય છે કે આતંકવાદીઓની શરણસ્થલી થવાને કારણે આ અમેરિકાના નિશાના પર પણ છે.
બાલાકોટ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારના મનશેરા જીલ્લામાં ઈસ્લામાબાદથી લગભગ દોઢસો કિલોમીતરના અંતર પર છે. એવુ કહેવાય છે કે 2005ના ભૂકંપમાં આ બરબાદ થઈ ગયુ હતુ. આ શહેરને પાટા પર લાવવામાં સઉદીએ પણ મદદ કરી હતી. એવુ કહેવાય છે કે આ સિંધુ ઘાટી સભ્યતાના ચાર પ્રાચીન શહેરોમાંથી એક છે. તેમા હિંદકો અને ગુજ્જરી બોલવામાં આવે છે.
ભારતીય વાયુસેનાના હુમલામાં આતંકવાદી ટ્રેનર્સ, ટૉપ કમાંડર અને જિહાદી માર્યા ગયા છે. આ અભિયાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ મસૂદ અઝહરનો બનેવી યુસૂફ અઝહર પણ બતાવાયો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ માહિતી એક મીડિયા બ્રીફિંગમાં આપી.