ગેંગરેપ અને હત્યા મામલાની તપાસ કરનારનુ માનવુ છે કે ધરપકડ પામે 15 વર્ષનો સગીર માસૂમ બાળકીની હત્યા કરવામાં સૌથી આગળ હતો. તપાસ કરનારનુ કહેવુ છે કે છેલ્લા કેટલાક સમયથી આરોપી સગીરના મનમાં મુસ્લિમ ગુજ્જર સમુહ પ્રત્યે નફરત જન્મી હતી. જો કે આરોઈ સગીરને માતાનુ કહેવુ છે કે તેનો પુત્ર નિર્દોષ છે અને તે મામલાની તપાસ સીબીઆઈ પાસે કરવાવા માટે આમરણ અનશન પર બેસી છે.
મામલાની તપાસ કરી રહેલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ મુજબ, આરોપી સગીરે આ પહેલા પણ મારપીટ કરવાની ઘટનાઓમાં સામેલ રહ્યો છે અને તેના પરિવારના લોકો તેનાથી ખૂબ પરેશાન રહેતા હતા. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યુ છે કે કઠુઆ મામલામાં પોલીસ દ્વારા ઘરપકડ કરવાના લગભગ 3 મહિના પહેલા તેમના પુત્ર અને ગુજ્જર મુસ્લિમો વચ્ચે મારપીટ થઈ હતી.