મહત્વના પુરાવા: ગત રોજના સર્વે દરમિયાન ટીમે વઝુખાના માટેનું કૃત્રિમ તળાવ પાણીથી ખાલી કરાવ્યું હતું. પાણી હટાવવાની સાથે જ તે જગ્યાએથી શિવલિંગ મળી આવ્યું, જેનો વ્યાસ 12.8 ફૂટ અને લંબાઈ ચાર ફૂટ જણાવવામાં આવી રહી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ શિવલિંગ નંદીના મુખથી ઉત્તર દિશામાં 84.3 ફૂટના અંતરે આવેલું છે. તેને જોઈને હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈન સિવિલ જજની કોર્ટમાં પહોંચ્યા.