ગ્રાહકોને લૂંટવા કંપનીઓની નવી ચાલ
રશિયા-યુક્રેનના કારણે તમામ ચીજવસ્તુઓ લાંબા સમયથી મોંઘી છે. ચીજ વસ્તુઓને મોંઘા કરવાને બદલે વજનમાં ઘટાડો કરી રહ્યા છે. જેના કારણે ગ્રાહકોને જૂના ભાવે ઓછા વજનમાં વસ્તુઓ મળી રહી છે.
મોંઘવારીની સૌથી વધુ અસર બિસ્કિટ, ચિપ્સ, આલુ સેવ, નાના સાબુ, ચોકલેટ અને નૂડલ્સ છે. આ ઉત્પાદનોનો ઉપયોગ દરરોજ ઘરોમાં થાય છે. પારલે પ્રોડક્ટ્સના કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે ઓછા વજનવાળા પેકનું વેચાણ વધી રહ્યું છે.