Great Buddha- દુનિયાનું બીજું સૌથી મોટું સ્ટેચ્યુ તૈયાર

રવિવાર, 2 જાન્યુઆરી 2022 (14:46 IST)
દુનિયાનું સૌથી મોટું સિટિંગ સ્ટેચ્યુ 302 ફૂટ હાઇટનું ગ્રેટ બુદ્ધા (Great Buddha) છે, જે થાઈલેન્ડમાં છે. બીજા નંબરે હવે ભારતમાં 216 ફૂટ ઊંચું સ્વામી રામાનુજાચાર્યનું સ્ટેચ્યુ હૈદરાબાદમાં સ્થાપિત થઈ ગયું છે. 
 
રાજસ્થાનના નાથદ્વારામાં 351 ફૂટ ઊંચી શિવ મૂર્તિ પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ તેનું ઇનૉગરેશન માર્ચમાં છે, તેના પહેલાં ફેબ્રુઆરીમાં રામાનુજાચાર્યના સ્ટેચ્યુનું ઇનૉગરેશન પીએમ મોદી કરવા જઈ રહ્યા છે.આ સ્ટેચ્યુ સાથે 108 મંદિર પણ બનાવવામાં આવ્યાં છે, જેના ઉપર કારીગરી એવી કરવામાં આવી છે કે તેને જોઈને આંખને ઠંડક મળશે. 
 
સાથે જ, 120 કિલો સોનાનો ઉપયોગ કરીને આચાર્યની એક નાની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે. આ જગ્યાને સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવ્યું છે. વૈષ્ણવ સંપ્રદાયના સંત ચિન્ના જીયર સ્વામીની દેખરેખમાં આ પ્રોજક્ટ ઉપર અત્યાર સુધી 1400 કરોડ રૂપિયા ખર્ચ થઈ ગયાં છે. નવા વર્ષમાં દર્શકો અહીંની મુલાકાત લઈ શકશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર