Haryana: ભિવાનીમાં દુઃખદ અકસ્માત! ખાણકામ વિસ્તારમાં પર્વત તૂટી પડ્યો; 3 મૃતદેહ મળી આવ્યા, 10 લોકો દટાયા હોવાની આશંકા છે

શનિવાર, 1 જાન્યુઆરી 2022 (13:56 IST)
હરિયાણાના ભિવાનીમાં એક મોટો અકસ્માત થયો છે. જ્યાં ખાણ વિસ્તારમાં શનિવારે પર્વત ધરાશાયી થયો હતો. અહીં કાટમાળમાં દટાઈ જવાથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જો કે હજુ પણ 10 લોકો ફસાયા હોવાની આશંકા છે. સાથે જ 20 જેટલા વાહનો પહાડમાં દટાઈ જવાથી નાશ પામ્યા છે. હાલ બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે છે.



મૃત્યુ પામેલા મજુરો છત્તીસગઢ અને રાજસ્થાનનાં છે. કાટમાળમાં કુલ કેટલાં લોકો દટાયા છે, તે બાબતની હજી સુઘી જાણકારી મળી શકી નથી. પર્વત કુદરતી રીતે જ ધસી પડ્યો કે બ્લાસ્ટને કારણે આ દુર્ઘટના સર્જાઈ, એ બાબતે હાલમાં જાણી શકાયું નથી. ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર