આપણા સૌના ઘરમાં ટેલીવિઝનના રિમોટને લઈને પરસ્પર લડાઈ થાય છે. જે સામાન્ય વાત છે. પણ કદાચ જ એવુ થાય કે રિમોટથી લઈને શરૂ થયેલો ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય. મહારાષ્ટ્રના અંબરનાથથી આવો જ મામલો સામે આવ્યો છે. જ્યા રિમોટથી લઈને સાસુ-વહુ પરસ્પર લડી પડ્યા. આ દરમિયાન વહુએ સાસુના હાથમાં દાંતથી કરડી લીધુ. પછી મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો અને કેસ પણ નોંધાયો.
વૃષાલીએ આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગણેશોત્સવની શરૂઆતથી જ તે તેની પુત્રવધૂ સાથે ટીવી જોવા બાબતે ઝઘડા કરતી હતી. તેણી કહે છે કે જ્યારે તેણી પૂજા શરૂ કરે છે ત્યારે તેની પુત્રવધૂ વિજયા ટીવી ચાલુ કરે છે.
સોમવારે સાંજે, જ્યારે વિજયાએ તેની પ્રાર્થના પૂરી કરી, ત્યારે તે ટીવી ચાલુ કરીને બેસી ગઈ. પછી તેની સાસુ વૃષાલી પૂજા કરવા લાગી. ટીવીના અવાજથી તે પરેશાન થઈ રહી હતી એટલે તેણે વિજયાના હાથમાંથી રિમોટ લઈ ટીવી બંધ કરી દીધું.