ક્યા વિસ્તારોને નિશાન બનાવવાનુ રચાયુ હતુ ષડયંત્ર ?
પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યુ કે આઈએસના દહેશતગર્દ ટ્રેન દ્વારા અમદાવાદ પહોચ્યા અને અહી બે દિવસ સુધી રોકાયા. પહેલા દિવસે તેમને રેલ્વે સ્ટેશનો, સિનેમા હોલ, યુનિવર્સિટીઓ, રાજકીય નેતાઓના VIP રૂટ/માર્ગો (જો કે, તેમને કોઈ નિર્ણાયક માર્ગ મળ્યો ન હતો), અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ તેમજ ભીડવાળા બજાર સ્થળોનું નિરીક્ષણ કર્યું. બોહરા સમુદાયની મસ્જિદ/દરગાહ, અમદાવાદમાં મઝાર/દરગાહ, સાબરમતી આશ્રમ જેવા સ્થળો આતંકવાદીઓના નિશાન હતા.