આયુષ્માન ભારત યોજનાને લઈ મોટો નિર્ણય

મંગળવાર, 23 જાન્યુઆરી 2024 (14:25 IST)
- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને સામેલ કરવાની કવાયત 
- મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના
 
Ayushman Bharat Yojana- મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓ, કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન ભારત 'નિરામયમ'માં સામેલ કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્ય સરકારે જરૂરી માર્ગદર્શિકા નક્કી કરવા માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં નવ સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિના સભ્ય સચિવ આયુષ્માન ભારત નિરામયમ મધ્યપ્રદેશના મુખ્ય કાર્યકારી અધિકારી હશે.
 
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ગરીબ લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવી છે. આ યોજના હેઠળ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે. આ યોજનાનો લાભ સરકારી કર્મચારીઓને પણ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર