ઉલ્લેખનીય છે કે આઈઆઈટી દિલ્લીથી પાસ ઉદયનના પિતા ભારત હેવી ઈલેક્ટ્રિકસ લિમિટેડ ભેલ (ભોપાલ)થી સેવાનિવૃત કર્મચારી છે. તેમની માતા છત્તીસગઢ પોલીસમાં ઉપપોલીસ અધીક્ષક પદથી સેવાનિવૃત થઈને હવે અમેરિકામાં રહી રહ્યાછે. બેરોજગાર હોવા છતાંય શ્રીમંત બનવાનો શોખીન ઉદયન અહીં એકલો રહેતો હતો. પોલીસને તેના ઘરેથી બે મોંઘી કાર મળી છે.
પોલીસ મુજબ ઉદયને જણાવ્યું કે તેની આકાંક્ષા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. તેને જૂનમાં આકાંક્ષાને ભોપાલ બોલાવી અને બન્ને તે ના મકાનમાં લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા. ડિસેમ્બરમાં ચરિત્ર શંકાને લઈને તેને તેમનો પરસ્પર વિવાદ થયા પછી આકાંક્ષાની હત્યા કરી નાખી. ત્યારબાદ તેની લાશને એક બોક્સમાં બંધ કરી તેની ઉપર સીમેંટનો ચબૂતરો બનાવી દીધો. ઉદયન આ ચબૂતરા પર પથારી કરી સૂતો હતો.