મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વોટિંગની તારીખમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. આવામાં બધી રાજનીતિક પાર્ટી સંપૂર્ણ તાકત લગાવીને ચૂંટણી પ્રચારમાં લાગી છે. જોકે વોટિંગના ઠીક પહેલા મહાવિકાસ અઘાડીના દળ શિવસેના યુબીટીએ મોટો રાજનીતિક પગલુ ઉઠાવ્યુ છે. શિવસેનાએ મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દીધો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ પગલાથી મહાવિકાસ અઘાડીમાં વિવાદ અને વધુ ઉંડુ થઈ શકે છે.
શુ છે આખો મામલો ?
ઉલ્લેખનીય છેકે સામના છાપામાં આજે શિવસેના તરફથી એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં લખ્યુ છેકે મશાલ આવશે ... મહારાષ્ટ્રમાં કુટુંબ પ્રમુખનુ નેતૃત્વ આવશે. શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રચાર કુટુંબ પ્રમુખ એટલે કે પરિવારના પ્રમુખના રૂપમાં સતત પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં મતદાનના અઠવાડિયા પહેલા ઠાકરે સેના તરફથી સત્તાવાર રૂપમાં મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દેવાથી MVA માં વિવાદ થઈ શકે છે.
શિંદેએ સાધ્યુ ઉદ્ધવ પર નિશાન
બીજી બાજુ પ્રદેશના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. સોમવારે એક ચૂંટણી જનસભા દરમિયાન શિંદેએ ઉદ્ધવ પર તંજ કસતા કહ્યુ કે શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન મશાલ તોબસ ઘરોમાં આગ લગાવવાનુ કામ કરી રહી છે. આ સાથે જ શિંદેએ મુસ્લિમ વોટ બેંકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમના પક્ષમાં વધી રહેલ મુસ્લિમ વોટ જલ્દી વિખરાય જશે.