અમિત શાહે શુક્રવારે (8 નવેમ્બર 2024)ના રોજ રાહુલ ગાંધી, કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડી ગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. સાંગલીમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ, હુ એમવીએ વાળાને પુછુ છુ કે ઔરગાબાદનુ નામ સંભાજી નગર હોવુ જોઈએ કે નહી ?
કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે રહી છે
અમિત શાહે આટલે થી જ રોકાયા નહી. તેમણે રામ મંદિરનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પાર્ટી પર હુમલો કર્યો. તેમણે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી 75 વર્ષથી રામ મંદિરને લઈને લટકાવી રહી હતી. રાહુલ ગાંધી અયોધ્યા ન ગયા. તેમને વોટ બેંકથી ભય લાગે છે. અમે બીજેપીવાળા એ વોટ બેંકથી નથી ડરતા. અમે કાશી વિશ્વનાથનુ કોરિડોર બનાવ્યુ. સોમનાથનુ મંદિર પણ સોનાનુ બની રહ્યુ છે. તેમણે આગળ કહ્યુ કે અહી તૃષ્ટિકરણ ની રાજનીતિ ચાલી રહી છે. તેને રોકવાનો એક માત્ર રસ્તો બીજેપીની સરકાર છે. મહાયુતિની સરકાર છે.
'રાહુલ અગ્નિવીરને લઈને ખોટુ બોલી રહ્યા છે'
સાતારાના કરાડમાં અમિત શાહે કહ્યું કે આખા દેશને શિવાજી મહારાજ પર ગર્વ છે. સતારા જિલ્લો વીરોની ભૂમિ રહી છે. રાહુલ બાબા અગ્નિવીર વિશે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. તેમની જાળમાં ન પડો. તેમણે વધુમાં કહ્યું કે, "રાહુલ બાબા, અમારા વચનો તમારા જેવા નથી. નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપનું વચન પથ્થરમાં લખેલું છે. કર્ણાટક, હિમાચલ, તેલંગાણાની ચૂંટણીમાં તમે વચનોની પેટી ખોલી અને ચૂંટણી જીતી લીધી, હવે ખડગેજી પણ કહે છે કે વચન સાવધાનીથી કરો, તે પૂરું થતું નથી.