ગુજરાત સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, અમરનાથ યાત્રા સ્થગિત

શનિવાર, 30 જૂન 2018 (11:18 IST)
સમગ્ર દેશમાં માનસૂને 16 દિવસ પહેલા જ પધરામણી કરી દીધી છે. ચોમાસુ લગભગ આખા દેશમાં 15 જુલાઈ સુધી આવે છે.  પણ આ વર્ષે આ શુક્રવારે જ પહોંચી ગયુ. ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી છે.  આગામી બે દિવસ સુધી દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગે 2 દિવસ સુધી 18 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ આપ્યુ છે. 
 
હવામાન વિભાગે 19 રાજ્યોમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ, જમ્મુ-કશ્મીર, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ઉત્તરી ગુજરાત, તટીય અને દક્ષિણી કર્ણાટક, મહારાષ્ટ્રનું કોંકણ, ગોવા, કેરલ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, બંગાળ, સિક્કિમ અને તેલંગાનાનો સમાવેશ છે.
 
હિમાચલમાં પણ ચોમાસું સક્રિય થયું છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહેલ છે. હિમાચલમાં મઢી પાસે પહાડો ધસી આવતાં મનાલી-લેહ માર્ગ બંધ કરી દેવામાં આવેલ છે. કાંગડા, કુલ્લૂ, મંડી અને ચંબામાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાંથી ભારે નુકસાન થયેલ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર