આ ઘટના આજે રાત્રે 9 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ફાઈટર પ્લેન મિગ-21 ક્રેશ થયા બાદ કાટમાળમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. મિગ ક્રેશ થયા બાદ કાટમાળ લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં વિખરાયેલો હતો. આ અકસ્માત બૈતુ પોલીસ સ્ટેશન વિસ્તારના ભીમડા ગામમાં થયો હતો.
બાડમેર જિલ્લા મેજિસ્ટ્રેટ લોક બંધુએ મડિયાને જણાવ્યું હતું કે, "તે એરફોર્સનું વિમાન હતું જે બૈતુના ભીમડા ગામ પાસે ક્રેશ થયું હતું." તેણે કહ્યું કે તે અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.