જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળોને મળી મોટે સફળતા, પુલવામામાં માર્યો ગયો અલ-કાયદા ચીફ હામીદ લલ્હારી

બુધવાર, 23 ઑક્ટોબર 2019 (10:00 IST)
સાઉથ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ગઈકાલે સાંજે સાઉથ કાશ્મીરના અવંતીપુરામાં આતંકવાદીઓ સાથે થયેલા એનકાઉંટરમાં જમ્મુ-કાશ્મીરમાં અલ-કાયદા ચીફ હામીદ લલ્હારી ઠાર થઈ ગયો છે. આ એનકાઉંટરમાં બે વધુ આતંકવાદીઓ પણ ઠાર કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાંથી એકની ઓળખ અંસાર-ગજવત-ઉલ હિંદના ચીફ હામીદ લલ્હારીના રૂપમાં થઈ છે. 
 
ભારતની કાર્યવાહીથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાને ફરી સરહદે ગોળીબાર કર્યો છે જેને પગલે એક ભારતીય મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી અને એક જવાન આ ગોળીબારમાં શહીદ થઇ ગયો છે. બીજી તરફ નૌશેરા સેક્ટરમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમા એક સૈન્ય અિધકારી શહીદ થઇ ગયા છે. 
 
દરમિયાનમાં કાશ્મીરના ત્રાલમાં થયેલા એન્કાઉન્ટરમાં જૈશના ત્રણ આતંકીને ઠાર કરવામાં સફળતા મળી હતી. પાકિસ્તાને બાલાકોટ અને મેંઢર સેક્ટરમાં ભારે હિથયારો સાથે ગોળીબાર કર્યો હતો.
 
બીજી તરફ એવા અહેવાલો છે કે પાકિસ્તાનના પંજાબમાં ડ્રોન જોવા મળ્યું હતું. પાકિસ્તાન દ્વારા આ વિસ્તારમાં અનેક વખત ડ્રોન વડે જાસુસી તેમજ હિથયારો ઘુસાડવામાં આવી રહ્યા છે. જેને પગલેે પગલે હાલ સરહદે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 
 
સરહદે પાકિસ્તાને જે શસ્ત્ર વિરામનો ભંગ કરીને ભારેથી અતી ભારે ગોળીબાર કર્યો તેમાં આ વિસ્તારની આસપાસની જે સ્કૂલો છે તેને પણ અસર થઇ હતી. જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદે કઠુઆ જિલ્લામાં પાકિસ્તાને ભારે ગોળીબાર કર્યો હતો જેને પગલે આસપાસની સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર