ઉત્તર પ્રદેશમાં રહેનારો કોઈપણ જે 18 વર્ષનો હોય તે આ ફોન માટે આવેદન કરી શકે છે. સાથે જ આવેદન કરનારાની આવક 2 લાખ રૂપિયા વાર્ષિકથી ઓછી હોવી જોઈએ. આ સ્કીમને લીલી ઝંડી મળવાના મહિના પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરી શકાય છે. શક્યતા છે કે સ્કીમને ક્લિયરેંસ આ અઠવાડિયે મળી જશે. સત્તાધારી સમાજવાદી પાર્ટીનુ માનવુ છે કે સ્માર્ટફોન યુવા મતદાતાઓમાં ચોક્કસરૂપે હિટ થઈ જશે.
2012માં સમાજવાદી પાર્ટી સત્તામાં પરત ફરી. વિદ્યાર્થીઓ માટે મફત લેપટોપ તેમનુ વચન હતુ. આ વચનને 43 વર્ષના મુખ્યમંત્રીએ પુર્ણ કર્યો પણ તેમા પણ વિવાદ થયો. તમામ સમસ્યાઓ ઉપરાંત આ યોજનામાં સરકારી એચપીના કરોડો બાકી રહ્યા. એચપીએ જ લેપટોપ સરકારને આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે યૂપીમાં 2017માં ચૂંટણી થવાની છે. જ્યા સમાજવાદી પાર્ટી, બીજેપી, માયાવતીની બીએસપી અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થશે.