Venkaiya Naidu - જાણો ભારતના 13મા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ વિશે

શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (10:45 IST)
- 1 જુલાઈ 1949ના રોજ  વેંકૈયા નાયડુનો જન્મ થયો 
- વેંકૈયા નાયડુના પિતા રંગૈયા નાયડૂ એક ખેડૂત હતા તેમની માતા રામાનમ્માનુ બાળપણમાં જ નિધન થઈ ગયુ હતુ 
-  વેંકૈયા નાયડુનું પુરુ નામ મુરાવારાણુ  વેંકૈયા નાયડુ છે 
- તેમણે વિશાખાપટ્ટનમાના આંધ્ર યૂનિવર્સિટી ઓફ કોલેજ એંડ લૉ થી લૉ ની ડિગ્રી પ્રાપ્ત કરી 
- વેંકૈયા નાયડૂએ હિન્દીમા શપથ લીધી 
- 40 વર્ષથી વેકૈયા નાયડુ રાજકારણમાં સક્રિય છે. 
- તેમને જય આધ્ર આંદોલનથી એક રાજનીતિક ઓળખ મળી.. 
- કટોકટીના સમયે વેંકૈયા નાયડુ જેલ ગયા હતા 1978માં ઉદયગીરીથી પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યા  
- નાયડૂ 2002 થી 2004 સુધી બીજેપીના અધ્યક્ષ રહ્યા 
- નાયડૂ 2002 14 વર્ષની વયમાં RSS સાથે જોડૅઅયા હતા 1973માં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા  
- વેકૈયા નાયડૂએ આંધ્રપ્રદેશમાંથી લો ની ડિગ્રી મેળવી 
- 1998માં બીજેપીએ પહેલીવાર  વેંકૈયા નાયડુને કર્ણાટકથી રાજ્યસભા મોકલ્યા તેઓ સતત ચાર વાર રાજ્યસભાના અધ્યક્ષ રહ્યા 
 
હામિદ અંસારીના નિવેદનનો આ આપ્ય જવાબ 
 
બીજી બાજુ હામિદ અંસારીએ પોતાના કાર્યકાળના છેલ્લા દિવસે મુસ્લિમોની બેચેનીની વાત કરી હતી. તેમના જવાબમાં ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લેનારા વેંકૈયા નાયડૂએ નામ લીધા વગર અંસારીના નિવેદન પર નિશાન સાધ્યુ. 
 
તેમણે દેશમાં અલ્પસંખ્યકોની વચ્ચે અસુરક્ષાની ભાવના હોવાની વાતને માત્ર એક રાજનીતિક પ્રચાર બતાવીને રદ્દ કરી દીધુ. વેંકૈયા નાયડૂએ કોઈનુ નામ ન લીધુ પણ તેમની ટિપ્પણી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારીના એક ટીવી ઈંટરવ્યુની પ્રતિક્રિયાના રૂપમાં જોવાય રહી છે. જેમા અંસારીજીએ કહ્યુ હતુ કે દેશના મુસલમાનોમાં અસહજતા અને અસુરક્ષાની ભાવના છે 
 
જેના જવાબમાં નાયડૂએ કહ્યુ કે આ વાત સાથે તેઓ સહમત નથી કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે અને કહ્યુ કે ભારતીય સમાજ પોતાના લોકો અને સભ્યતાને કારણે દુનિયામાં સૌથી વધુ સહિષ્ણુ છે.  અન્ય દેશોની સરખામણીમાં અલ્પસંખ્યક ભારતમાં વધુ સકુશળ અને સુરક્ષિત છે. તેમણે કહ્યુ કે અહી સહિષ્ણુતા છે અને તેથી જ તો લોકતંત્ર અહી આટલુ સફળ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર