ગુજરાત વિધાનસભામાં શું હશે હવે અમિત શાહની રણનિતી, અહેમદ પટેલની જીતથી કોંગ્રેસનું મોરલ બુસ્ટ થયું

બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:37 IST)
એક સમય એવો હતો કે ભાજપની સામે કોંગ્રેસ દ્વારા અનેક પ્રકારની રણનિતીઓ ગોઠવવામાં આવતી હતી. ત્યારે ભાજપ એક તરફ અને સામે અનેક પ્રકારની તાકતો હતી. હવે ચૂંટણીના સમીકરણો બદલાઈ ગયાં છે. કારણ કે પરિવર્તન સંસારનો નિયમ છે એ ઉક્તિ રાજકારણમાં પણ સાબિત થઈ રહી છે. હવે એવો સમય આવ્યો છે કે એક તરફ કોંગ્રેસની ડૂબતી નૈયાને વધુ ડૂબાડવા માટે અનેક તાકતો એકઠી થઈ ગઈ છે. જાણે કે હવે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન આવી જવાનું હોય એવી રીતે રાજકારણીઓ પોતાના પાસા નાંખી રહ્યાં છે. 


ગુજરાતમાં જે પ્રકારે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એક ઉમેદવારને હરાવવા માટે હાઈવોલ્ટેજ ડ્રામા થયો તે જોતાં હવે એવું લાગે છે કે કોંગ્રેસને હરાવવા માટે ખુદ કોંગ્રેસ તૈયાર થઈ ગઈ છે. જ્યાં કોઈ ભાજપનો કાર્યકર તૈયારી નથી કરી રહ્યો તે છતાંય કોંગ્રેસ પોતાના રાજકારણથી આગળ નિકળી શકે તેવું મોરલ બુસ્ટ કરી શકી છે. અમિત શાહે વિધાનસભાના ચોમાસુ સત્રમાં ખુલ્લી વાત કરી છે કે આગામી ડીસેમ્બરમાં કોંગ્રેસને બધુ સમજાઈ જશે. તો અમિત શાહ આ વખતે એવી કેવી રણનિતી તૈયાર કરી રહ્યાં છે કે કોંગ્રેસને બધુ સમજાઈ જાય. જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તે લોકો હવે લોકોની નજરમા પણ ગદ્દાર તરીકે ઉભરી રહ્યાં છે. તો બીજી તરફ બાપુની હઠ પણ કામ ના કરી શકી તો હવે શંકરસિંહ વાઘેલાના રાજકારણનું શું થશે. શું વાઘેલા ભાજપ સાથે મળીને કોંગ્રેસને હરાવવાનો પ્રયાસ કરશે કે પછી અગાઉ ખજુરાહો જેવા જાણિતા પ્રયોગો કરીને ભાજપ અને કોંગ્રેસને અંધારામાં રાખીને નવી રાજનિતીનો તખતો તૈયાર કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર