ગામ્બિયામાં 66 બાળકનાં મોત
આ માત્ર ગામ્બિયા જેવા દેશો માટે જ નહીં, ભારત માટે પણ ખૂબ જ ગંભીર છે. જો ઘટના બાળકો સાથે સંબંધિત હોય, તો એલર્ટનો અર્થ વ્યાપક બને છે
WHOએ એક એડવાઈઝરી જારી કરીને કહ્યું કે તમામ દેશોએ આ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી તેનાથી થતા નુકસાનથી બચી શકાય. વર્લ્ડ હેલ્થ બોડીએ જણાવ્યું હતું કે ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલ પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા, પેશાબ કરવામાં મુશ્કેલી, માથાનો દુખાવો, માનસિક સ્થિતિમાં ફેરફાર અને કિડનીને ગંભીર નુકસાનનું કારણ બની શકે છે, જે દર્દીનું મૃત્યુ પણ કરી શકે છે.