બુધવારે વહેલી સવારે મુંબઈના બાંદ્રા-વરલી સી લિંક પર એક ઝડપી કાર અથડાતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ ઉભી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સામેથી વધુ એક સ્પીડમાં આવતી કાર એમ્બ્યુલન્સ સાથે અથડાઈ હતી.