સુરતમાં ફરી લિફ્ટ તુટી પડી,9 પટકાયા

બુધવાર, 5 ઑક્ટોબર 2022 (14:08 IST)
સુરતના ભટાર વિસ્તારમાં ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે. 
 
સુરતના આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલી લૂમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદાર ત્રીજા માળેથી પટકાયા છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટમાંથી નીચે ઊતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતાં ધડાકાભેર નીચે પડી હતી, જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે સાત કામદારને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. 

ઘટના સવારે 8:30થી 9:00 વાગ્યાની આસપાસ બની હતી. લિફ્ટમાં ઉપરથી આવતા હતા. અચાનક લિફ્ટ જ તૂટી ગઈ. ત્રીજા માળે કપડાં ધુલાઈનું કામ ચાલે છે. જેમાં આઠ માણસો લિફ્ટમાં આવતા હતા. ઉપરથી લિફ્ટ તૂટી પડતા હાથ પગ તૂટી ગયા હતા. ચીસાચીસ બુમાબૂમ થવા લાગી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર